Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઓવલ ટેસ્ટમાં ભારતનો 118 રને પરાજય, ઈંગ્લેન્ડે 4-1થી જીતી શ્રેણી :બીજી ઈનિંગમાં રાહુલ અને પંતે સદી ફટકારી

 

લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 118 રને હરાવીને શ્રેણી 4-1થી જીતી છે. 464 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 345 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રાહુલ અને પંતે સદી ફટકારી હતી

ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 292 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગના આધાર પર 40 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 8 વિકેટ પર 423 રન બનાવીને ડિકલેર કરી હતી અને ભારતને જીતવા માટે 464 રનનો ટાર્ગેટ આપ્યો હતો

કેએલ રાહુલે ટેસ્ટ કેરિયરની પાંચમી સદી ફટકારી હતી. રાહુલની આ છેલ્લા બે વર્ષમાં પ્રથમ અને કુલ પાંચમી સદી હતી. સતત નવ ઈનિંગમાં નિષ્ફળ રહ્યાં બાદ પ્રથમ વાર તેણે 100થી વધુ રન બનાવ્યા હતા. તેણે રહાણે (37)ની સાથે ચોથી વિકેટ માટે 118 રન જોડ્યા હતા. ત્યારબાદ પંકે પણ પોતાના ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી પૂરી કરી હતી. રાહુલ અને પંતે છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. 

(12:56 am IST)