Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

યુએસ ઓપનની ફાઇનલ મેચમાં નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સેરેના પર લાગ્યો 12 લાખનો દંડ

નવી દિલ્હી: એમરિકી ટેનિસ એસોશિયન દ્વારા સેરેના વિલિયમ્સ પર યુએસ ઓપનની ફાઇનલ મેચમાં નિયમો ભંગ કરવા બદલ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેરેના મહિલા એકલ ફાઇનલમાં જાપાનની નાઓમી ઓસાકા સામે હારી ગઈ હતી.એસોશિયેશને સેરેના ત્રણ મામલામાં દંડ ફટકાર્યો છે મેચ દરમિયાન કોચિંગ લેવા માટે 2.88 લાખ,રેકેટ ફેંકવા માટે 2.16 લાખ અને ચેયર અમ્પાયર સાથે ગેર વર્તુણક કરવા માટે 7.21 લાખનો દંડ ફટકાર્યો છે.

(4:08 pm IST)