Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

આજથી જાપાન ઓપન : ફાઈનલમાં હારની પરંપરાને તોડવા માગશે સિંધુ

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ આજથી ટોકયોમાં શરૂ થનારી જાપાન ઓપનમાં કોઈપણ ટુર્નામેન્ટની ફાઈનલમાં હારી જવાની પરંપરાને ખતમ કરવા માગશે.

સિંધુએ આ વર્ષે તમામ મોટી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જેમાં કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ગેમ્સનો સમાવેશ છે.

અહિં કવોર્ટર ફાઈનલમાં તેની ટક્કર વર્લ્ડ ચેમ્પિયન કેરોલીના મારીન અથવા જાપાનની અકાને યામાગુચી સાથે થશે. કિદામ્બી શ્રીકાન્ત અને એચ.એસ. પ્રણોય પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાઈના નેહવાલે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેચ્યુ છે.

(3:42 pm IST)