Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

આઈસીસી ચેમ્પિયનશીપ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમ ICC વિમેન્સ ચેમ્પિયનશિપના ત્રીજા તબક્કાની ટક્કર માટે ૧૧થી ૧૬ ડિસેમ્બર સુધી શ્રીલંકાના પ્રવાસે જશે. ICC વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૧૧ માટે કવોલિફાય કરવાની સ્પર્ધામાં શ્રીલંકા, ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ટીમોની નજર ટોચ પર ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની નજીક પહોંચવાની હશે.

વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૧૭ની ફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતીય ટીમ છ મેચમાં ચાર પોઇન્ટ સાથે પોંઇન્ટ-ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ભારતીય ટીમે આ બન્ને જીત સાઉથ આફ્રિકા સામે ૨-૧ના સિરીઝ-વિજય દરમ્યાન મેળવી હતી. શ્રીલંકાની ટીમ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ રમ્યા બાદ કોઈ પોઇન્ટ નથી મેળવી શકી.

(3:39 pm IST)