Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાહી સરનોબત માટે હવે ટાર્ગેટ ઓલિમ્પિકસ

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને નવો ઇતિહાસ સર્જનારી મહારાષ્ટ્રની શૂટર રાહી સરનોબત હવે ટોકયો ઓલિમ્પિકસની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું હતું કે હવે ઓલિમ્પિક મેડલ જ મેળવવાનો બાકી છે. એથી એ મારો હવે પછીનો લક્ષ્યાંક છે. હું અગાઉ પણ ઓલિમ્પિક ગેમ્સમાં ગઈ હતી, પરંતુ હવે એ વાત ભૂતકાળ છે, પરંતુ હવે હું મેડલ જીતવા માગું છું. અત્યાર સુધી કોઈ પણ ભારતીય મહિલા શૂટર ઓલિમ્પિક મેડલ જીતી શકી નથી.

(3:38 pm IST)