Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભારતના સ્ટાર જિમ્નાસ્ટ ખેલાડીઓ દોહા ચેમ્પિયનશીપમાં નહિ રમી શકે

ભારતીય જિમ્નાસ્ટ ફેડરેશનને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સસપેંડ કરતાંઆશાસ્પદ ખેલાડીઓના રમવા પર પુર્ણ વિરામ મુકાઈ ગયું

ભારતીય જિમ્નાસ્ટ ફેડરેશનને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સસપેંડ કરતાં ભારતનાં આશાસ્પદ જિમ્નાસ્ટ ખેલાડીઓ 36 મી રિધમિક વલ્ડ જિમ્નાસ્ટ ઈવેંટ તેમજ આર્ટિસ્ટિક દોહા ચેમ્પિયનશીપમાં રમી શકશે નહિ.

   36 મી રિધમિક જિમ્નાસ્ટિક ઈવેંટ બલ્ગેરિયા ખાતે શરુ થઈ ગઈ છે આવતાં મહિને દોહા ખાતે રમાનારી આર્ટિસ્ટિક ઈવેંટ વલ્ડ ચેમ્પિયનશીપ ખુબ જ મહત્વની ઈવેંટ છે તે આગામી ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાયર તરીકે કામ કરી શકે છે તેમજ દોહા ખાતે યોજાનારી ઈવેંટ એક અનુભવ તરીકે ભારતીય જિમ્નાસ્ટોને કામ લાગત.

  હવે આ તમામ શક્યતાઓ પર પુર્ણ વિરામ મુકાઈ ગયું છે. જેમાં 2016 રિઓ ઓલમ્પિકમાં ચોથા ક્રમે રહી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીપા કર્માકર ઉપરાંત પ્રણતિ નાયક , અરુણાકુમાર રેડ્ડી , રાકેશ પાત્રા તેમજ આશિષ કુમાર ભાગ લઈ રહ્યા હતા. આનાં માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને જિમ્નાસ્ટ ફેડરેશન વચ્ચે ગજાગ્રહને કારણભુત મનાઈ છે.

(1:20 pm IST)