Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ચેમ્પિયન્સ લીગના શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડીના એવોર્ડ માટેના આ ત્રણ ફૂટબોલરોના નામની થશે ઘોષણા

નવી દિલ્હી: યુરોપીયન ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થાન યુઈએફએ દ્વારા ચેમ્પિયન્સ લીગના શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડીના એવોર્ડ માટેના આખરી ત્રણ સ્પર્ધકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં રિયલ મેડ્રિડના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની સાથે સાથે બાર્સેલોનાનો લાયોનેલ મેસી અને લીવરપૂલ કલબનો મોહમ્મદ સાલાહ પણ સામેલ છે. ગત વર્ષે આ એવોર્ડ રિયલ મેડ્રિડનો ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જીત્યો હતો. રિયલ મેડ્રિડ સતત ત્રીજી વખત યુરોપીયન ચેમ્પિયન બન્યું હતુ અને તેણે કુલ ૧૫ ગોલ ફટકાર્યા હતા. ઈજીપ્તનો મોહમ્મદ સાલાહ ૧૦ ગોલ ફટકારી ચૂક્યો છે અને ચાર ગોલમાં આસીસ્ટ કરી ચૂક્યો છે. જ્યારે મેસીએ છ ગોલ નોંધાવ્યા હતા. યુરોપીયન કલબ ફૂટબોલના બેસ્ટ ડિફેન્ડરનો એવોર્ડ રિયલ મેડ્રિડના ફાળે જશે તે નક્કી થઈ ગયું છે. એવોર્ડ માટે પસંદ થયેલા આખરી ત્રણ હરિફો રિયલ મેડ્રિડના માર્સેલો, સર્જીયો રેમોસ અને રાફાઈલ વરાને છે. બેસ્ટ મીડફિલ્ડરના એવોર્ડની રેસમાં રિયલ મેડ્રિડના ટોની ક્રૂઝ અને લુકા મોડ્રીચની સાથે માન્ચેસ્ટર સિટીનો કેવિન ડી બુ્રયન પણ સામેલ છે.

 

(5:06 pm IST)