Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભારતીય મહિલા ફૂટબોલ ટીમે શ્રીલંકાને 12-0થી હરાવ્યું

નવી દિલ્હી: ભારતીય અંડર-15 મહિલા રાષ્ટ્રીય ટીમે શ્રીલંકાને 12-0થી હરાવીને આયુ વર્ગ સૈફ ચેમ્પિયનશીપમાં પોતાની જીત નોંધાવી છે. ભારતીય ટીમે પહેલા હાફમાં અને બીજા હાફમાં ગોલ ફટકાર્યા હતા. સિલ્કી દેવી( પહેલા, 20માં અને 44માં મિનિટ)માં હેટ્રિક બનાવી હતી જયારે અવિકા સિંહાએ (13મી મિનિટ અને 58મી મિનિટે)સુનિતા(42મી મિનિટ અને 79મી મિનિટ) અને અંજુ(87મી અને 90 મિનિટ) બે-બે ગોલ કર્યા હતા.

(3:29 pm IST)
  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST