Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિશ્વકપ નોકઆઉટ મેચોમાં સતત ચાર વખત પ૦ થી વધુ સ્કોર બનાવનાર પ્રથમ બેટસમેન બન્યા સ્ટીવ સ્મિથ

         ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વિશ્વકપના નોક આઉટ મેચોમાં સતત ચાર વખત પ૦ પ્લસ સ્કોર બનાવનાર ઇતિહાસમાં પ્રથમ બેટસમેન બન્યા છે.

         ર૦૧પ વિશ્વકપના કવાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલમાં ક્રમશઃ ૬પ, ૧૦પ, અને પ૬  રન બનાવનાર સ્મિથએ ગુરુવારના ર૦૧૯ વિશ્વકપ સેમી ફાઇનલમાં ઈગ્લેન્ડ સામે ૧૧૯ બોલમાં ૮પ રનોની ઇનીંગ્સ રમી હતી.

(10:20 pm IST)