Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બિલ્યન હાર્ટબ્રેક... ટીમ ઈન્ડિયાની ભારે હૃદયે વિદાય

ટોપ ઓર્ડરની હારાકિરી પછી રવિન્દ્ર જાડેજા અને એમ.એસ. ધોનીની જબરદસ્ત ફાઈટબેક છતાં સેમીફાઈનલમાં ભારત હાર્યુ

મેન્ચેસ્ટર : રવિન્દ્ર જાડેજા અટેકિંગ ૭૭ રન અને મહેન્દ્ર સિંહ ધોનીના ૫૦ રન છતાં ટોપ-ઓર્ડર ધબડકાને કારણે ૧૨મા વન-ડે વર્લ્ડ કપની પહેલી રોમાંચક સેમી ફાઇનલ મેચમાં ભારતના ન્યૂ ઝીલેન્ડ સામે ૧૮ રનથી પરાજય થયો હતો.

ટોપ-૩ બેટ્સમેન પર વધુ પડતો આધાર રાખવાનું મળ્યુ ભયંકર પરિણામ

ભારતે કલ્પના નહોતી કરી એવી નાલેશીજનક શરૂઆત બેટ્સમેન કરી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ  કોહલી ત્રણેય જણ ફકત એક-એક રન અને દિનેશ કાર્તિક ૬ રન બનાવીને સ્વિંગ કન્ડિશનમાં પરેશાન થઈ ને આઉટ થયા હતા. રિષભ પંતે પ૬ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. કપરા સમયે તેની પાસેથી લાંબી ઇનિંગની આશા હતી. વિજય શંકર ને જયારે વર્લ્ડ કપની મુખ્ય છે ટીમમાં સિલેકટ કરવામાં આવ્યો ત્યારે હું ભૂત પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે ભારતનો મિડલ-ઓર્ડર નબળો છે. ટોપ-૩ બેટ્સમેન પર વધુ પડતો આધાર રાખવાનું ભારતને ભયંકર પરિણામ મળ્યું હતું.

જાડેજાની વિકેટ ટર્નિંગ પોઈન્ટ

રિષભ પંતની વિદાય પછી રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ સાવચેતીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું. જાડેજાએ પહેલેથી અટેકિંગ એપ્રોચ અપનાવતા ભારતના ફેન્સને બાઉન્ડ્રીનું મનોરંજન મળ્યું હતું. બન્ને વચ્ચે ૧૧૬ રનની કીમતી પાર્ટનરશિપ થઈ હતી. આ જોડી ૨૦૮ રને તૂટતાં ૧૩ રન બનાવી ભારત ઓલઆઉટ થઈ ગયું હતું. ૨૦૮ રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કેન વિલિયમ્સ જાડેજાનો કેચ પકડીને ભારતના અબજો ફેન્સને જોરદાર ઝટકો આપ્યો હતો. ભારતે છેલ્લી ૪ વિકેટ ૧૩ રનમાં ગુમાવતા સમગ્ર ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રને ઓલઆઉટ થઈ હતી.

(11:39 am IST)