Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સ્ટાર ખેલાડીઓ વિનાના ઈંગ્લેન્ડ સામે આજે ક્રોએશિયાનો પડકાર

આર્જેન્ટીના જેવી મજબૂત ટીમને હરાવનાર ક્રોએશિયાને વર્લ્ડકપ ટાઈટલની પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે તો ઈંગ્લેન્ડની યુવા ટીમે સેમીફાઈનલમાં પહોંચીને તમામને ચોંકાવ્યા છે

પોતાના અભૂતપૂર્વ પ્રદર્શનથી તમામને આશ્ચર્યચકિત કરનારી ઈંગ્લેન્ડની ટીમ ૨૮ વર્ષ બાદ પહેલી વખત ફૂટબોલ વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ઉતરશે તો તેણે પોતાની લાગણીઓને કાબુમાં રાખીને જાયન્ટ કિલર ક્રોએશિયાના પડકારનો સફળતાપૂર્વક સામનો કરવો પડશે. રશિયામાં પોતાની ટીમના પ્રદર્શનને જોઈને સમગ્ર ઈંગ્લેન્ડમાં ઉત્સવ જેવો માહોલ છે. કોચ ગેરેથ સાઉથગેટની ટીમે દેશવાસીઓનું દિલ જીતી લીધુ છે, પરંતુ કોચે ખેલાડીઓને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની ચેતવણી આપી છે. ઈંગ્લેન્ડની ટીમ પાસે એક પણ સ્ટાર ખેલાડી નથી. તે એક યુવા ટીમ છે જે જીતવા માટે ભારે ઉત્સુક છે.

ઈંગ્લેન્ડ છેલ્લે ૧૯૯૦માં વર્લ્ડકપની સેમી ફાઈનલમાં રમ્યુ હતુ તો તેણે એકમાત્ર વર્લ્ડકપ ૧૯૯૬માં જીત્યો હતો

(3:51 pm IST)