Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પુત્ર અભિષેક સાથે અમિતાભે નિહાળી ફિફા વર્લ્ડકપની રોમાંચક સેમિફાઇનલ

સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં સેમિફાઇનલ ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચે રમાઈ હતી

 સેન્ટ પીટર્સબર્ગઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચન સાથે ફિફા વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ નિહાળી હતી સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં આ સેમિફાઇનલ ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચે રમાઈ હતી. અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતાં આ રોમાંચક મેચમાં ફ્રાંસને જીતની શુભેચ્છા પાઠવી હતી.

  આ તસવીરમાં અભિષેક અને તેના પિતા અમિતાભ નજરે પડી રહ્યા છે. આ પિતા-પુત્રને સ્પોર્ટ્સમાં ઘણો રસ છે અને તેઓ બે ટીમના માલિક પણ છે. પ્રો-કબડ્ડીમાં તેમની ટીમ જયપુર પિન્ક પેન્થર છે, જ્યારે ફૂટબોલમાં ચેન્નઇયન એફસીનો કો-ઓનર અભિષેક છે. પિન્ક પેન્થરે ૨૦૧૪માં પ્રો-કબડ્ડીનો ખિતાબ પણ જીત્યો હતો.

(11:50 am IST)