Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નીરજ ચોપડાએ મીટિંગ સિદાડે ડી લિસ્બોઆ જેવેલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ

નવી દિલ્હી: ભારતીય સ્ટાર જેવેલિન થ્રોઅર એથ્લેટ (જેવેલિન ફેંકનાર) નીરજ ચોપડાએ ગુરુવારે લિસ્બનમાં મિટિંગ સીડાડે ડી લિસ્બોઆ જેવેલિન થ્રો ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે તેની છઠ્ઠી અને છેલ્લી કોશિષમાં 83.18 મીટરનો થ્રો રેકોર્ડ કર્યો હતો. પાંચ સ્પર્ધકોમાં 23 વર્ષીય ચોપરાની શ્રેષ્ઠ ફેંકરી 83.18 મી. અન્ય સ્પર્ધકો 80 મીટરના આંકડાને પાર કરવામાં નિષ્ફળ ગયા.

(5:43 pm IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST