Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ફેન્ચ ઓપન : આજે નડાલ અને યોકોવિચ વચ્ચે સેમિફાઈનલ મહામુકાબલો

અત્યાર સુધીના મુકાબલામાં યોકોવિર ૨૯માં અને નડાલ ૨૮માં વિજેતા બન્યો છે

પેરિસ : રેડ કલે કોર્ટ પર ચાલી રહેલી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં આવતીકાલે ૧૩ વખત ચેમ્પિયન રહી ચૂકેલો સ્પેનિશ સ્ટાર નડાલ વર્લ્ડ નંબર વન સર્બિયન ખેલાડી યોકોવિચ સામે ટકરાશે. ટેનિસ જગતમાં ભારે ઈંતેજારી જગાવનારી આ હાઈપ્રોફાઈલ સેમિ ફાઈનલ અગાઉ ટેનિસની જનરેશન નેકસટના બે પ્રતિભાશાળી ખેલાડીઓ સિત્સિપાસ અને ઝવેરેવ આમને-સામને મુકાબલો ખેલશે. નડાલે ૬-૩, ૪-૬, ૬-૪, ૬-૦થી આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાનને હરાવ્યો હતો. જે પછી યોકોવિચે ઈટાલીના બેરેન્ટિનીને ૬-૩, ૭-૬ (૭-૩), ૭-૫થી પરાજીત કરીને અંતિમ ચારમાં -વેશ મેળવ્યો હતો.

 નડાલ અને યોકોવિચ વચ્ચે છેલ્લા ૧૫ વર્ષમાં કુલ ૫૭ મુકાબલા ખેલાઈ ચૂક્યા છે, જેમાંથી ૨૯માં યોકોવિચ અને ૨૮માં નડાલ વિજેતા બન્યો છે. યોગાનુંયોગ બંને ખેલાડીઓ વચ્ચેનો સૌપ્રથમ આમને-સામને મુકાબલો ફ્રેન્ચ ઓપનમાં વર્ષ ૨૦૦૬માં થયો હતો. તે સમયે નડાલ તેના ૧૩ ટાઈટલમાંથી પ્રથમ ટાઈટલ જીત્યા બાદ તેને જાળવી રાખવા ઉતર્યો હતો. જ્યારે ૧૯ યોકોવિચ વર્લ્ડ રેન્કિંગમાં ૬૩માં ક્રમે હતો. બંને વચ્ચેના કવાર્ટર ફાઈનલ મુકાબલામાં નડાલ ૬-૪,૬-૪થી આગળ હતો, ત્યારે યોકોવિચ ઈજાના કારણે ખસી ગયો હતો. જે પછી ફરી વખત વર્ષો બાદ બંને દિગ્ગજ ખેલાડીઓ આમને-સામને ટકરાવાની તૈયારીમાં

(3:18 pm IST)