Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ફીફા વર્લ્ડકપની છવાઈ દીવાનગી :એક ફેને ઘર અને દુકાનને બનાવ્યું ‘આર્જેન્ટીના હાઉસ’

ફિફા વર્લ્ડકપની દીવાનગી છવાઈ ગઈ છે ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પશ્ચિમ બંગાળના શિવશંકર પાત્રા તો ફૂટબોલ સ્ટાર લિયોનાલ મેસ્સીના એવા જોરદાર ફેન છે કે, તેમણે પોતાના ઘર અને ચાની દુકાનને આર્જેન્ટીનાના રંગથી રંગી દીધા છે.

   53 વર્ષીય પાત્રાની મેસ્સી માટેની દિવાનગી એકદમ હટકે જ છે. ચાની દુકાન ચલાવતા પાત્રા આ વખતે રશિયા જઈને વર્લ્ડકપ જોવા માગતા હતા પણ જ્યારે 60 રૂપિયાની તેમની બચત પૂરતી ન લાગી તો તેમણે પોતાનું ત્રણ માળનું ઘર આર્જેન્ટીનાના રંગથી રંગી નાખ્યું.

  ઉત્તર 24 પરગણાં જિલ્લાના ઈછાપુર રેલવે સ્ટેશન પર ઉતરી તમે ગમે તેને ‘આર્જેન્ટીના ચાની દુકાન’ વિશે પૂછશો તો તે તમને હાથ પકડીને આ સરનામે મૂકી જશે.

પાત્રાની ચાની દુકાન જે ગલીમાં છે ત્યાં આર્જેન્ટીનાનો ઝંડો લહેરાય છે. દર 4 વર્ષે જ્યારે વર્લ્ડ કપ યોજાય છે ત્યારે પાત્રા આ જ રીતે પોતાના ઘરને આસમાની અને સફેદ રંગથી ધોળાવે છે.

  પાત્રાનો પરિવાર 2012થી મેસ્સીનો દરેક બર્થ ડે ઉજવે છે. આ દરમિયાન પાત્રા કેક કાપ્યા બાદ બ્લડ ડૉનેશન કેમ્પ પણ લગાવે છે. આ વખતે મેસ્સીનો જન્મદિવસ વર્લ્ડ કપ વખતે છે અને પાત્રા પોતાના હીરો માટે 30 પાઉન્ડની કેક કાપશે અને સાથે જ સ્થાનીક બાળકોમાં મેસ્સીની સાઈનવાળી આર્જેન્ટીનાની 100 જર્સી પણ વહેંચશે.

(11:50 pm IST)