Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સેબેસ્ટિયન વેટલે જીતી કેનેડા ગ્રાંપ્રી રેસ

નવી દિલ્હી: ફરારીના સેબેસ્ટિયન વેટલે કેનાડા  ગ્રાંપ્રી રેસ જીતી લીધી છે અને આ સાથે તેને એફ-1ની સૂચીમાં પણ સ્થાન પહેલા નંબર પર મેળવી લીધું છે. મળતી માહિતી અનુસાર  આ રેસમાં મર્સીડીઝના ડ્રાઈવર લેવિસ હેમિલ્ટને પાંચમું સ્થાન મેળવ્યું છે. વેટલે આ પહેલા કેનાડા ગ્રાંપ્રી રેસ ક્વાલિફાઇંગ રેસમાં પોલ પોજીશન મેળવી હતી અને તેને ફાઇનલમ રેસ જીતવા માટેની એન્ટ્રી મળી હતી. મર્સીડીઝના હેમિલ્ટને ક્વાલિફાઇંગ રેસમાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. વેટલની આ 50મી જીત છે.કેનાડા ગ્રાંપ્રી રેસ નો ખિતાબ ત્રીજી વખત વેટલે મેળવ્યો છે. 

 

(5:29 pm IST)