Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગુરૂવારથી ફૂટબોલ વર્લ્ડકપ : પોતપોતાની ટીમ સાથે રશિયા પહોંચ્યો મેસી અને રોનાલ્ડો

આર્જેન્ટીનાની ટીમનો કેપ્ટન લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલ ટીમનો કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડો ફૂટબોલ વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ટીમ સાથે રશિયા પહોંચી ગયા છે. ૧૪ જૂનથી ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થશે. પોર્ટુગલ પોતાની પહેલી મેચ ૧૫ જૂને સ્પેન સામે રમશે. ગ્રુપ-બીમાં આ બંને ઉપરાંત મોરોક્કો અને ઈરાન પણ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો બીજા રાઉન્ડમાં જશે. આર્જેન્ટીનાની ટીમ ૨૦૧૪ ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં જર્મની સામે હારી ગઈ હતી. વર્લ્ડકપમાં આર્જેન્ટીના ૧૬ જૂને આઈસલેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે.

(3:44 pm IST)