Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

૧૪મીથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ : વરસાદની આગાહી

ગઈકાલે વરસાદને કારણે અફઘાનિસ્તાનની ટીમને પોતાની ભારત સામેની ઐતિહાસિક ટેસ્ટ પહેલા રાખવામાં આવેલા પ્રેકટીસ - સેશન ટુકાવવુ પડ્યુ હતું. અફઘાનિસ્તાનની ટીમ બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડમીમાં બપોરે બે વાગ્યે આવી હતી તેમજ સવા ચાર વાગ્યે ભારે વરસાદને કારણે તેમણે પોતાનું પ્રેકટીસ સેશન ૪૫ મિનિટ વ્હેલુ પૂરૂ કરવુ પડ્યુ હતું. ૧૪મીથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ રમાશે, પરંતુ ૧૫ અને ૧૬ તારીખ દરમિયાન બેંગ્લોરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:43 pm IST)