Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઈંગ્લેન્ડની નબળી બેટીંગ ટેસ્ટ - સીરીઝમાં ભારતને આપશે જીતવાની તક : ચેપલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટનના મતે અંગ્રેજ ટીમ ઘણા ડીપાર્ટમેન્ટમાં સારૂ પ્રદર્શન કરવામાં રહી છે નિષ્ફળ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલના મતે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારત પાસે જીત મેળવવાની સર્વશ્રેષ્ઠ તક છે, કારણ કે ઈંગ્લેન્ડની ટીમ ઘણા ડીપાર્ટમેન્ટમાં સારૂ પ્રદર્શન નથી કરી રહી. ચેપલે પોતાની કોલમમાં લખ્યુ હતું કે ભારતની પાસે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરીઝમાં ઘરઆંગણે હરાવવાની તક છે. લોડ્ર્સના મેદાનમાં પાકિસ્તાનની જીત બાદ ઈંગ્લેન્ડની ટીમને ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડે પાકિસ્તાનને લીડ્સ ટેસ્ટમાં હરાવ્યુ હતું, પરંતુ એ અન્યોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયુ છે.

ચેપલે ઈંગ્લેન્ડની ટીમમાં રહેલી ઘણી બધી ખામીઓ વિશે વાત કરી છે જેમાં એલસ્ટર કૂકના પ્રદર્શનની સાથોસાથ તેના સાથીદારમાં વારંવાર ફેરબદલ અને ફાસ્ટ બોલીંગ ડિપાર્ટમેન્ટમાં માત્ર રાઈટી બોલરો જેવી વિગતોનો સમાવેશ થાય છે. વળી ઓફ સ્પિનર ડોમ બેસ અનુભવી નથી.

ચેપલે લખ્યુ હતું કે કૂકે બે સદી જરૂર ફટકારી છે, પરંતુ એનાથી એ હકીકતમાં કોઈ ફરક નથી પડતો કે તેણે છેલ્લા એક વર્ષમાં ૨૯ ટેસ્ટ ઈનિંગ્સમાં ૧૯ વખત ૨૦ કરતાં ઓછા રન ફટકાર્યા છે. જે પૈકી દસ વખત તો તે બે આંકડાની સંખ્યામાં પણ રન કરી શકયો નથી. જો ઓપનર સતત સદી ન ફટકારે તો તેણે એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે મીડલ ઓર્ડર બેટ્સમેનોને નવા બોલનો સામનો ન કરવો પડે. કુક આ બંને મોરચે નિષ્ફળ રહ્યો છે.

(3:43 pm IST)