Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

એન્ડરસન લેશે આરામ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ભારત સામે રમાનારી આગામી ટેસ્ટ સીરીઝ પહેલા સંપૂર્ણપણે ફિટ થવા માટે છ સપ્તાહનો આરામ આપવામાં આવ્યો છે. દરમિયાન તે કોઈપણ પ્રકારના ક્રિકેટથી દૂર રહેશે. આ સમય દરમિયાન તે જમણા ખભામાં થયેલી ઈજામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. તે હવે કાઉન્ટી મેચોમાં પણ નહિં રમે.

(3:42 pm IST)