Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અર્જુન તેન્ડુલકરની અન્ડર- ૧૯ ટીમમાં પસંદગીથી ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ખુશ

સચિનના પુત્ર અર્જુન તેન્ડુલકરની પસંદગી શ્રીલંકાના પ્રવાસ માટેની અન્ડર-૧૯ ટીમમાં કરવામાં આવી ત્યારથી તેને સતત શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટમાં શેર કરેલા ફોટોમાં તેણે પ્રતિક્રિયા આપી છે. ઈંગ્લેન્ડની ટીમની ૨૭ વર્ષની બેટ્સવુમને લખ્યુ હતું, યશ અર્જુન.

ઈંગ્લેન્ડની આ મહિલા ખેલાડીએ ૨૦૧૪માં વિરાટ પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હતો જેને કારણે તે ઘણી જાણીતી થઈ હતી. અર્જુન તેન્ડુલકર ઘણા સમયથી ઈંગ્લેન્ડમાં ટ્રેનીંગ માટે જાય છે જયાં તેની ડેનીયલ વેટ સાથે મુલાકાત થઈ હતી. આ બંને સારા મિત્રો છે. વેટે આ અગાઉ અર્જુન સાથેના ફોટો પણ સોશ્યલ મીડિયામાં શેર કર્યા છે.

(3:41 pm IST)