Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આવું મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું

અગિયારમુ ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યા બાદ નડાલે કહ્યું...

ટેનિસના નંબર વન ખેલાડી રાફેલ નડાલે ગઈકાલે ફાઈનલમાં ઓસ્ટ્રીયાના ડોમીનીક થેઈમને ૬-૪, ૬-૩, ૬-૨થી હરાવી ૧૧મું ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યુ હતું. જો કે છેલ્લા સેટમાં તે ઈજાગ્રસ્ત થાય એવી શકયતા હતી. ૩૨ વર્ષના ખેલાડીએ આ સાથે કુલ ૧૭ ગ્રેન્ડસ્લેમ ટાઈટલ જીત્યા હતા. ત્રીજા સેટની ચોથી ગેમ દરમિયાન તેને આંગળીમાં થયેલી ઈજા માટે સારવાર લેવી પડી હતી. જીત બાદ નડાલે કહ્યું હતું કે શ્રેષ્ઠ ખેલાડી સામે હું શ્રેષ્ઠ મેચ રમ્યો. ત્રીજા સેટ દરમિયાન ગભરાઈ ગયો હતો. જો કે એ રમતનો જ એક ભાગ છે. હું અહિં ૧૧ વખત જીત્યો છું. જો કે આવુ કયારેય સપનામાં પણ વિચાર્યુ નહોતું.

(3:41 pm IST)
  • અમદાવાદના મણિનગરમાં એલજી હોસ્પિટલની મહિલા કર્મચારીને દર્દીના સગાઓએ ઢોર માર માર્યો :ગીતાબેન અતુલભાઈ સોલંકી નામની ૪૭ વર્ષીય એક જ કીડની ધરાવતી મહિલા કમઁચારીને દદીઁના સગાઓએ માથાના વાળ પકડીને ઢસડીને ઢોર માર મારતા બેભાન:મહિલા કર્મચારીને ટોમાવોર્ડમાં દાખલ કરાઈ :મણિનગર પોલીસને કરાતી જાણ access_time 11:22 pm IST

  • માનહાની કેસમાં આજે ભિવંડી પહોંચશે રાહુલ ગાંધી :સંઘ વિરુદ્ધ નિવેદન મામલે રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કરાયો છે :ભીવંડીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ રહેશે હાજર. access_time 1:38 am IST

  • બહુમત નહિ મળે તો પ્રણવ મુખર્જી હશે એનડીએના પીએમપદના ઉમદેવાર?: શર્મિષ્ઠા મુખરજીએ શિવસેનાનો દાવો ફગાવ્યો : શર્મિષ્ઠાએ કહ્યું તેના પિતા ફરીવાર સક્રિય રાજનીતિમાં નહિ આવે. access_time 11:15 pm IST