Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઓસ્ટ્રેલિયા - ઈંગ્લેન્ડના મેચોમાં વોર્નર કરશે કોમેન્ટ્રી

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વાઈસ - કેપ્ટન વોર્નર બુધવારથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની વન-ડે સિરીઝમાં કોમેન્ટરી કરશે. સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ - ટેમ્પરીંગ મામલે સંડોવણીને કારણે તેના પર ૧૨ મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ મૂકયો હતો. ઈંગ્લેન્ડ સામે રમાનારી આ સીરીઝના બ્રોડકાસ્ટ ચેનલ નાઈનના ડિરેકટરના જણાવ્યા પ્રમાણે વોર્નર વન-ડે અને ટી-૨૦નો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે એથી ઇંગ્લેન્ડમાં થનારી સિરીઝના કવરેજ માટે તે યોગ્ય વ્યકિત છે. વોર્નર ૧૬ જૂને થનારી બીજી મેચમાં કોમેન્ટરી પેનલ સાથે જોડાશે. ત્યારબાદ તે ૮ જૂનથી શરૂ થનારી ગ્લોબલ ટી-૨૦ કેનેડા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

(1:00 pm IST)