Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ક્રિકેટ બોર્ડ પર નારાજ ડોમેસ્ટીક ક્રિકેટર જલજ સકસેનાએ કહ્યું...

ટીમમાં સ્થાન નથી આપતા તો એવોર્ડનો શું ફાયદો?

રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન છતાં ઈન્ડિયન ટીમમાં સ્થાન ન મળવાને કારણે ક્રિકેટર જલજ સકસેના ભારતીય ક્રિકેટ બોર્ડથી ઘણો નારાજ છે. જલજે ૨૦૧૭-૧૮ની સીઝનમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હોવાથી તેની માધવરાવ સિંધિયા એવોર્ડ માટે પસંદગી થઈ હતી. જો કે જલજે આ એવોર્ડ માટે પસંદગી છતાં નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે, હું ક્રિકેટ બોર્ડ પાસેથી એ વાત જાણવા માગુ છું કે છેલ્લા ૪ વર્ષથી મને એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે, પરંતુ ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન કેમ નથી મળતું? જો મને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન ન મળતુ હોય તો આ એવોર્ડ શું કામનો? આ એવોર્ડ મળવાથી તો જાણે મારૂ અપમાન થયુ હોય એવુ મને લાગે છે. જેને કારણે હું દુઃખી છું. જયારે બધા મને પૂછે છે કે ક્રિકેટ બોર્ડ તને છેલ્લા ૪ વર્ષથી એવોર્ડ આપી રહી છે, પરંતુ ટીમમાં પસંદ શા માટે નથી કરતી ત્યારે મને બહુ ખરાબ લાગે છે.

(1:00 pm IST)