Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીની જાહેરાતઃ પુરૂષમાં બાબર આઝમ અને મહિલામાં એલીસા હીલીની પસંદગી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરી છે. પુરૂષ ક્રિકેટરમાં બાબર આઝમ અને મહિલા ક્રિકેટમાં એલીસા હીલીની પંસદગી કરવામાં આવી છે.

બાબર આઝમે હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીને પાછળ છોડતા નંબર-1નું સ્થાન હાસિલ કર્યુ હતું. તો બાબરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમતા ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનના કેપ્ટને એપ્રિલ મહિનામાં ત્રણ વનડે મેચમાં 76ની એવરેજથી 228 રન બનાવ્યા, જ્યારે સાત ટી20 મેચમાં 305 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને ઝિમ્બાબ્વેને ટી20 સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. પહેલા ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર પણ વનડે અને ટી20 સિરીઝ જીતી હતી.

મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની ઓપનર એલીસા હીલીને એપ્રિલ મહિનાની બેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવી છે. પ્રથમવાર છે જ્યારે આઈસીસી મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી રહી છે. મહત્વનું છે કે એલીસા હીલીએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

(4:12 pm IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • સર્વાનુમતે અતુલભાઈ કમાણી રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસો.ના પ્રમુખ બન્યા : અતુલભાઈ કમાણીની રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસો.ના પ્રમુખપદે અને ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ દોન્ગા સહિતના હોદ્દેદારોનીની વરણી સર્વસંમતિથી જાહેર થઈ. access_time 4:57 pm IST

  • તેલંગણામાં આવતીકાલથી ૧૦ દિવસનું લોકડાઉન : સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ : કોરોના વેક્સીનની ખરીદી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પડાશે : તેલંગણા સરકારે આવતીકાલે તા.૧૨મી મે થી રાજયમાં ૧૦ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે : જા કે તમામ કામકાજ સવારે ૬ થી ૧૦ સુધી ચાલુ રાખવા દેવામાં આવશે : તેલંગણામાં છેલ્લા બે અઠવાડીયાથી રાત્રી કર્ફયુ અમલમાં છે : સવારે ૬ થી ૧૦ને બાદ કરતા રાજયમાં બાકીના સમય માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે : તેલંગણા સરકાર જૂન મહિના પછી ૧૮ વર્ષથી ઉપરની વયનાઓ માટે રસીકરણ ડ્રાઈવ શરૂ કરશે : તેલંગણા કેબીનેટે કોવિડ-૧૯ વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડરો પાર પાડવાનું પણ નક્કી કર્યુ છે access_time 4:01 pm IST