Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ફાઇનલમાં ધોની કરતા રોહિત શર્મા મજબુત છે

           હૈદરાબાદ,તા. ૧૧ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર અને મુંબઇ વચ્ચે જંગ ખેલાનાર છે. આને લઇને ઉત્સુકતા છે. આંકડાની વાત કરવામાં આવે તો ચેન્નાઇની તુલનામાં રોહિત શર્માની મુંબઇની ટીમ મજબુત દેખાઇ રહી છે. કારણ ે આ બંને ટીમો વચ્ચે ત્રણ ફાઇનલ રમાઇ છે. જે પૈકી બે વખત મુંબઇની ટીમ જીતી છે. જ્યારે એક વખત ધોનીની ટીમ વિજેતા રહી છે. જો કે કેપ્ટન તરીકે રોહિત શર્મા ધોની કરતા આગળ રહ્યો છે. તેને દેખાવ ૧૦૦ ટકા રહ્યો છે. સચિનના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૦માં મુંબઇની  ટીમ હારી ગ હતી. જ્યારે જ્યારે રોહત શર્માના નેતૃત્વમાં ત્રણ વખત મુંબઇની ટીમ વિજેતા રહી છે.

આઈપીએલમાં બંન્ને ટીમોનો દેખાવ

બંન્ને ટીમો ચોથી વખત તાજ જીતવા માટે ઈચ્છુક

હૈદરાબાદ,તા. ૧૧ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની ફાઇનલ મેચ આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. ફાઇનલ જંગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ચેન્નાઇની ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોચી છે. આવતીકાલે રવિવારના દિવસે હૈદરાબાદમાં ભારે રોમાંચ વચ્ચે આ મેચ રમાશે. બંન્ને ટીમોનો આઈપીએલમાં દેખાવ નીચે મુજબ રહ્યો છે.

વર્ષ

ચેન્નઈ સુપર કિંગ્સ

મુંબઈ ઈન્ડિયન્સ

૨૦૦૮

રનર-અપ

લીગ સ્ટેજ

૨૦૦૯

સેમીફાઈનલ

લીગ સ્ટેજ

૨૦૧૦

વિજેતા

રનર-અપ

૨૦૧૧

વિજેતા

પ્લેઓફ

૨૦૧૨

રનર-અપ

પ્લેઓફ

૨૦૧૩

રનર-અપ

વિજેતા

૨૦૧૪

પ્લેઓફ

પ્લેઓફ

૨૦૧૫

રનર-અપ

વિજેતા

૨૦૧૬

સસ્પેંડ

લીગ સ્ટેજ

૨૦૧૭

સસ્પેંડ

વિજેતા

૨૦૧૮

વિજેતા

લીગ સ્ટેજ

(7:26 pm IST)