Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ઈંગ્લેન્ડની ફેન્સ કલબે વોર્નરને સોશ્યલ મિડીયામાં કર્યો ટ્રોલ

વોર્નરના ટી-શર્ટ પર ચીટ્સ (ગદ્દાર) લખેલું છે, વોર્નર, નેથન અને સ્ટાર્કની પણ તસ્વીર

લંડન : ઈંગ્લેન્ડની જાણીતી ફેન્સ કલબ બાર્મી - આર્મીએ વર્લ્ડકપ પહેલા બોલ ટેમ્પરીંગ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી હતી. બાર્મી - આર્મીએ તેમના ઓફીશ્યલ ટ્વીટર હેન્ડલથી એક તસ્વીર શેર કરી છે, જેમાં વોર્નરના ટી-શર્ટ પર ચીટ્સ (ગદ્દાર) લખેલુ છે. તેના પર પહેલા ઓસ્ટ્રેલિયા લખેલુ હતું. બાર્મી - આર્મીએ વોર્નર સાથે નેથન લીયન અને મિચેલ સ્ટાર્કની તસ્વીર પણ મૂકી હતી. આ ફોટામાં બંને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ ટોઈલેટ પેપર છે.

(2:44 pm IST)