Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પણ જંગ થશે

બંન્ને ટીમો આઉટ થઇ હોવા છતાં મેચ રોચક રહેશે : વિરાટ કોહલી, ડિવિલિયર્સ સહિતના ખેલાડી ઉપર નજર

નવી દિલ્હી,તા. ૧૧ : દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પણ આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની એક મેચ રમાનાર છે. અલબત્ત આ મેચ હવે ઔપચારિકતા સમાન છે. કારણ કે બન્ને ટીમો સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે. એક બાજુ દિલ્હીની ટીમે હજુ સુધી ૧૧ મેચોમાં માત્ર ત્રણમાં જીત મેળવી છે અને આઠમાં તેની હાર થઇ છે. આવી જ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પણ હવે ખરાબ હાલતમાં છે. આ ટીમે ૧૦ મેચો  પૈકી માત્ર ત્રણ મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે અને સાતમાં તેની હાર થઇ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની હાલત એટલી ખરાબ થશે તે અંગે પહેલા કોઇને અપેક્ષા અને કલ્પના ન હતી. તમામ સ્ટાર ખેલાડી હોવા છતાં તેની હાર થઇ રહી છે. વિરાટ કોહલી ઉપરાંત આ ટીમમાં ડિવિલિયર્સ અને મેકુલમ જેવા ધરખમ ખેલાડી રહેલા છે. બંન્ને ટીમોને આગામી રાઉન્ડમાં પહોંચી  જવા માટે કોઇ તક નથી પરંતુ મેચ હાઇ સ્કોરિંગ બની શકે છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે.કારણ કે આવતીકાલે શનિવાર છે.  બન્ને ટીમો નીચે મુજબ છે.

દિલ્હી ડેરડેવિલ્સ : અભિષેક શર્મા, અવેશ કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન,  ઘોષ, ગુરકિરત, અય્યર (કેપ્ટન, લમીચન્ને, કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય, શંકર, પીપી શો, ટેવાઇટિયા, જાદવ.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી  (કેપ્ટન), અલી, એન્ડરસન, એમ અશ્વિન, વાયએસ ચહેલ, એ ચૌધરી, ગ્રાન્ડહોમ, ડીકોક, દેશપાંડે, ડિવિલિયર્સ, જોશી, ખાન, ખેરજોલિયા, મેક્કુલમ, મનદીપ, સિરાજ, નેગી, પાર્થિવ પટેલ, સૈની, સાઉથી, વ્હોરા, વોશિંગ્ટન સુંદર, વોક્સ, ઉમેશ યાદવ.

(1:04 pm IST)