Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મુંબઈની મોટી જીત જેવી જઅમ્પાયરે કરી મસમોટી ભૂલઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું'આ અપમાન છે'

નવી દિલ્હી : આઇપીએલમાં કોલકાતા સામે મુંબઈએ મોટી જીત મેળવી હતી સાથે જ એક મોટી ભૂલ પણ બહાર આવતા વિવાદ સર્જાયો છે એક નો બોલના વિવાદે જોર પકડ્યું છે અમ્પાયરની ભૂલને કારણે ઓસ્ટ્રેલિયન દિગ્ગ્જ ક્રિકેટર ભડકી ઉઠ્યા અને કહ્યું કે આ અપમાન છે

આ વિવાદ એક નો બોલનો હતો. વાત જાણે એમ હતી કે મુંબઈની ઈનિંગની ૧૬જ્રાક ઓવરમાં દક્ષિણ આફ્રીકી બોલર ટોમ કુરેન બોલિંગ કરી રહ્યાો હતો. રોહિત શર્મા સ્ટ્રાઈક પર હતો. ટોમ કુરેને એક બોલ ફેંકયો જેને એમ્પાયરે નો બોલ ગણાવ્યો. આ બોલને નો બોલ ગણાવતા અમ્પાયરે ફ્રી હિટનો ઈશારો પણ કર્યો. પરંતુ જયારે રિપ્લેમાં જોવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે નો બોલ હતો જ નહીં.

મેદાન પર લાગેલા મોટા સ્ક્રીન પર સ્ટેડિયમમાં બેઠેલા ખેલાડીઓ, કોમેન્ટેટરો અને દર્શકોએ જયારે આ બોલના રિપ્લેને જોયું તો સ્પષ્ટપણે જાણવા મળ્યું કે ટોમ કુરેનના પગ તો ક્રીઝની અંદર જ હતાં. આ બોલ નો બોલ નહતો. અત્રે જણાવવાનું કે નિયમો મુજબ જો બોલરની એડીનો થોડો પણ ભાગ લાઈનની અંદર હોય તો તેને નો બોલ ગણી શકાય નહીં.

રિપ્લે જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે તે નો બોલ નહતો. આવામાં કોલકાતાના તમામ ખેલાડીઓએ અમ્પાયરને ફેસલો બદલવાનું કહ્યું પરંતુ એમ્પાયર પહેલેથી નો બોલ આપી ચૂકયા હતાં. અમ્પાયરના આ ફેસલાથી કોમેન્ટ્રી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી કેપ્ટન માઈકલ કલાર્ક પણ ભડકી ગયાં. કલાર્કે કોમેન્ટ્રી કરતા કહ્યું કે આ ભૂલ નથી પરંતુ અપમાન છે.

(1:00 pm IST)