Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કોમનવેલ્થ ગેમ (બેડમિન્ટન): અંતિમ-16માં સાયના, સિંધુ, ઋત્વીકા

નવી દિલ્હી: ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડીઓ સાયના નેહવાલ, પીવી સિંધુ અને ઋત્વીકા ગદ્દે શિવાનીએ સારું રમીને 21માં કોમનવેલ્થ ગેમના સાતમા દિવસે મહિલા એકલ વર્ગના અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે. સાયના , સિંધુ અને ઋત્વીકાએ પોત-પોતાની એકલ મેચો જીતીને પ્રિ ક્વાર્ટરના ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સાયનાએ અંતિમ-32 દરમિયાન રમાયેલ મેચમાં દક્ષિણ આફ્રિકાની એલિસે ડિવિલિયરસેને માત આપી હતી.

વર્લ્ડ નંબર 12 સાયના માટે આ મેચ એક અભ્યાસ મેચ હોય તેવું કહી શકાય છે જેમાં તેને એલીસેને માત્ર 18 મિનિટમાં સીધા સેટોમાં 21-3,21-1થી માત આપી હતી. વર્લ્ડ નંબર-3 સિંધુએ અંતિમ-32માં ફિજિની ઈન્દ્ર વહ્વાઈટસાઇટને હરાવી હતી. સિધુએ એન્દ્રેને 18 મિનિટમાં જ ઘર ભેગી કરી દીધી હતી. 21-6,21-3થી હરાવી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જયારે ઋત્વીકાએ ઘાણાની ગ્રેસ અપિતાકને 18 મિનિટની અંદર 21-5,21-7થી હરાવી હતી.

(5:28 pm IST)