Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કેનેડાના 79 વર્ષના રોબર્ટ પિટકરેને કોમનવેલ્થ ગેમમાં રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: કેનેડાના 79 વર્ષના શૂટર રોબર્ટ પિટકરેને કોમનવેલ્થ રમતોમાં સૌથી ઉમરવાડા વ્યક્તિ તરીકે ભાગ લઈને  ઇતિહાસ રચ્યો છે. પિટકરેને 79 વર્ષ અને નવ મહિના સાથે પોતાના સાથીદાર નિકોલે રોંસિંગનોલ સાથે ગોલ્ડ કોસ્ટમાં નિશાનીબાજીમાં ભાગ લીધો છે. પિટકરેનનું કહેવું છે કે ઉંમરના મામલામાં નવો રેકોર્ડ બનાવવામાં હું સન્માન અનુભવું છું.

હું માતા સ્વાસ્થ્યને લઈને ખુબ ખુશ છું જેના લીધે હું ગોલ્ડ કોસ્ટમાં ભાગ લઇ શક્યો છું. પિટકરેણ આ પહેલા એક પાઇલોટ હતા અને 1974માં તેમને એક 737 વિમાન ચલાવ્યું હતું. જેમાં 120 યાત્રિકો સવાર હતા.વર્ષ 1960માં નિશાનેબાજી શરૂ કરી હતી. 2002માં મૅન્ચેસ્ટરમાં ભાગ લીધો હતો.

(5:26 pm IST)