Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બોકસીંગમાં ભારતના પાંચ મેડલ પાક્કા

ભારતના ચાર બોકસરો પોતપોતાની કેટેગરીની કવોર્ટર ફાઈનલમાં વિજય મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ્યા હતા. આમ ભારતના વધુ ચાર મેડલો પાક્કા થયા છે. પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં રમી રહેલા અમિત પંઘલ (૪૯ કિલોગ્રામ), મોહમ્મદ હુસામુદ્દીન (૫૬ કિલોગ્રામ) અને ૧૯ વર્ષના નમન તનવર (૯૧ કિલોગ્રામ) ઉપરાંત મનોજ કુમાર (૬૯) કવોર્ટર ફાઈનલ મેચ જીત્યા હતા. આ પહેલા મહિલાઓની સ્પર્ધામાં મેરી કોમ સેમી ફાઈનલમાં અગાઉ પ્રવેશી ચૂકી છે.

(4:29 pm IST)