Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ભારતમાં એશિયાકપ નહિં રમાય, હવે દુબઈમાં રમાશેઃ બીસીસીઆઈ સરકાર પાસેથી મંજૂરી જ ન લઈ શકયુ

બંને બોર્ડના અધિકારીઓ વચ્ચે લેવાયેલ નિર્ણય

દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે હવે એશિયાકપ યુએઈમાં રમાશે. ટુર્નામેન્ટનું આયોજન ૧૩ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં રમાશે.

આગામી એશિયા કપનું આયોજન હવે યુએઈમાં રમાડવાનો નિર્ણય એશિયાઈ ક્રિકેટ પરિષદ (એસીસી)એ કર્યો છે. બીસીસીઆઈએ કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાનની ટીમને ભારત બોલાવવા માટેની મંજૂરી લઈ શકયુ ન હતું. કુલાલાપુરમાં એશિયન ક્રિકેટ પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને પાકિસ્તાનના અધ્યક્ષ નજમ સેઠી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ બદલવાના મામલે મંજૂરીની મહોર મારી હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ હતું કે હાલના સંજોગો અનુસાર પાકિસ્તાન સામે અન્ય સ્થળોએ મેચ રમાય છે જયારે આ એશિયા કપની ટુર્નામેન્ટ છે જેમાં પાકિસ્તાન સામે અન્ય સ્થળોએ મેચ રમાય છે. જયારે આ એશિયા કપની ટુર્નામેન્ટ છે. જેમાં પાકિસ્તાન સામે રમવા માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ બે વર્ષમાં એક વખત રમાડવામાં આવે છે. જે વન-ડે અને ટી-૨૦ રમાય છે. ૨૦૧૬માં ટી-૨૦ વર્લ્ડકપ રમાનાર હતો જેથી તેની તૈયારીના ભાગરૂપે ટી-૨૦ મેચનું આયોજન થયેલ. જયારે આ વખતે ૫૦ ઓવરના વન-ડે મેચ રમાશે.

(4:29 pm IST)