Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

માત્ર ૦.૨ સેકન્ડ માટે ચૂકયો ભારતીય રનર

૪૦૦ મીટરની ફાઈનલમાં ભાગ લેનાર મોહમ્મદ અનસ ચોથા નંબરે આવ્યો

જો કે તેણે નવો નેશનલ રેકોર્ડ જરૂર બનાવ્યો હતો. અનસે ૪૦૦ મીટરનું અંતર ૪૫.૩૧ સેકન્ડમાં કાપ્યુ હતું. ૧૯૫૮માં મિલ્ખા સિંહ બાદ તે આ ૪૦૦ મીટરની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચનાર પહેલો ભારતીય બન્યો હતો. જો કે તે માત્ર ૦.૨ સેકન્ડ માટે મેડલ ચૂકયો હતો. આ સ્પર્ધાના વિનર આઈઝેક મેકવાલા ૪૪.૩૫, બાબોલોકી થેબે ૪૫.૦૯ અને જેવોન ફ્રાન્સીસે ૪૫.૧૧ સેકન્ડમાં પૂરી કરી હતી.

(4:28 pm IST)