Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ડેવિડ વિલી IPLમાં રમવા જતાં કાઉન્ટી ટીમ થઈ નારાજ

આઈપીએલ શરૂ થાય એ પહેલા જ ઘણી ટીમોએ ઈજાગ્રસ્ત ખેલાડીઓને બદલે ઈંગ્લીશ કાઉન્ટી ટીમના ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી દીધા છે. નવી સીઝન શરૂ થાય એ પહેલા જ હવે કાઉન્ટી ટીમોને પોતાના ખેલાડીઓને ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. ટોમ કરેન અને લીઆમ પ્લનકેટ બાદ વધુ એક કાઉન્ટી ક્રિકેટર ડેવિડ વીલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચેન્નઈની ટીમ ઈંગ્લેન્ડના આ ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કરવા માંગતી હતી. વિલી અને ચેન્નાઈની ટીમ તૈયાર છે, પરંતુ યોર્કશર કાઉન્ટી નહોતી ઈચ્છતી કે તે આઈપીએલ રમવા માટે જાય. જો કે કાઉન્ટી ટીમનું કંઈ ચાલ્યુ નહોતુ અને એણે વીલીને પણ ગુમાવવો પડ્યો હતો.

(4:27 pm IST)