Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

યુસુફે સ્વીકારી નાના ભાઈ ઈરફાન પઠાણની ચેલેન્જ ૧૩ બોલમાં ૫૦ રન ફટકારવાનો કર્યો વાયદો

પંજાબ તરફથી રમતા લોકેશ રાહુલે આઈપીએલમાં બેટીંગ કરીને ૧૪ બોલમાં હાફ સેન્ચુરી કરી હતી. રાહુલે આઈપીએલમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી પૂરી કરી અને યુસુફ પઠાણનો રેકોર્ડ તોડી નાખ્યો. ત્યારબાદ તેના નાના ભાઈ ઈરફાન પઠાણે યુસુફને એક પડકાર આપ્યો છે જેનો તેણે સ્વીકાર કર્યો છે. યુસુફે ૨૦૧૪માં કલકતા તરફથી રમતા હૈદ્રાબાદ સામે ૧૫ બોલમાં હાફ સેન્ચુરી કરી હતી. ઈરફાને ટ્વીટર પર લોકેશની પ્રશંસા કરતા કહ્યુ હતું કે રાહુલ શાનદાર ઈનીંગ્સ. આઈપીએલના ઈતિહાસની સૌથી ઝડપી ફિફટી. યુસુફભાઈ, શું હવે ૧૩ બોલમાં પ્રયાસ કરીશ? આનો જવાબ આપતા યુસુફે કહ્યુ હતું કે તારા માટે ૧૩ બોલમાં ૫૦ રન બનાવવાનો પ્રયત્ન કરીશ. રાહુલ શાનદાર રમ્યો હતો. સાથે જ તેને કોમેન્ટરી બોકસમાં સાંભળવાનુ સારૂ લાગે છે. આશા રાખુ છુ કે તું નવી ભૂમિકામાં ખુશ હોઈશ.

(4:23 pm IST)