Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચેન્નઈ મેચમાં સ્લિપરના છૂટા ઘાઃ જાડેજાની બાજુમાં પડ્યા

ચેન્નઈ : તમિળ - તરફી જૂથો દ્વારા ગઈકાલે જંગી વિરોધ ફાટી નીકળ્યો હતો અને આ વિરોધને મામલે એક ફિલ્મ દિગ્દર્શક સહિત અનેક કાર્યકરોની અટક કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ તો પોલીસે વિરોધકોને ભગાવી દીધા હતા. વિરોધ દરમિયાન આંદોલનકારીઓએ ચેન્નઈ સુપર કિંગ્સની પીળી જર્સીને બાળી હતી. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કોલકતા સાથે ચેન્નઈની મેચ ચાલી રહી હતી ત્યારે તમિલ - તરફી આંદોલનકારીઓએ સ્લિપર ફેંકયા હતા. આ મામલે બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યકરો નામ તમિઝેર સંસ્થાના કાર્યકરો છે. તેમણે ફેંકેલા સ્લિપર લોગ ઓન પર ફિલ્ડીંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાની પાસે પડ્યા હતા.

તમિળ તરફી જૂથ તમિઝાગા વાઝવુરીમાઈ કાચી (ટીવીકે) અને તમિળ દિગ્દર્શકો દ્વારા રચાયેલી નવી ફોરમ દ્વારા આઈપીએલના બહિષ્કારની હાકલ કરવામાં આવી હતી. રાજયભરમાં કાવેરીને મુદ્દે થઈ રહેલા વિરોધથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે આઈપીએલની મેચો યોજવામાં આવી રહી છે.

આ તમિળ તરફી જૂતો તથા કેટલીક મુસ્લિમ સંસ્થાઓ દ્વારા અનેક ઠેકાણે વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતા અને તેને કારણે ચેન્નઈમાં ઘણે ઠેકાણે ભયંકર ટ્રાફીક જામ થયો હતો.(૩૭.૪)

(11:43 am IST)