Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

આઈપીએલનો આ ક્રિકેટ હવે કરે છે ખેતી....

નવી દિલ્હી:  IPLના કારણે સંખ્યાબંધ અજાણ્યા ક્રિકેટર્સ રાતોરાત સ્ટાર બની ગયા છે તો કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે એકાદ સિઝન બાદ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા હોય. રાજસ્થાન રોયલ્સ વતી IPLમાં 2009માં ડેબ્યુ કરનાર યુપીનો ફાસ્ટ બોલર કામરન ખાન પણ આવો એક પ્લેયર છે.જે આજે ખેતરોમાં કામ કરી રહ્યો છે.UPથી ક્રિકેટ માટે મુંબઈ આવેલા ખેલાડીને એક મેચમાં ચાર વિકેટ ઝડપતા જોઈને રાજસ્થાન રોયલ્સે તેને 2009માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિગં કરતા કામરાન યોર્કર સ્પેશ્યાલિસ્ટ ગણાતો હતો.તેણે સિઝનમાં 9 મેચોમાં 9 વિકેટ લીધી હતી.એક મેચમાં તેએ સુપર ઓવરમાં ક્રિસ ગેલને આઉટ કરાવીને મેચ પણ જીતાડી હતી.જોકે કામરાનની એક્શન પર પણ સવાલો ઉઠ્યા હતા.બાદમાં તેને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી.જોકે તેના કારણે તેની કેરિયરમાં એક સેટબેક આવ્યો હતો.2010માં રાજસ્થાન રોયલ્સે તેને રિલિઝ કર્યા બાદ તે 2011માં પૂણે ટીમમાં સામેલ થયો હતો.જોકે તેને 2012માં તેમાંથી પણ બહાર કરી દેવાયો હતો. ખેલાડી રણજી ટ્રોફી રમ્યો નથી.એવા અહેવાલો છે કે આજે તે ખેતરોમાં કામ કરવા માટે મજબૂર છે.જોકે કામરાનને આશા છે કે તે બહુ જલ્દી મેદાન પર ધમાકેદાર વાપસી કરશે.

(3:58 pm IST)