Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મોહાલીની પીચ ઉપર કુલ ૭૧૭ રન બન્યા : રોહિત - શિખર - પંતની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ

મોહાલીના વન-ડેમાં અનેક રેકોર્ડ તૂટ્યા : ઓસ્ટ્રેલિયાએ ૩૫૯ રનનો પહાડી જુમલો ચેઝ કરી ભારત સામે કોઈપણ ટીમે ચેઝ કરેલો હાઈએસ્ટ સ્કોર છે રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ ૧૯૩ રનની અને શિખર ધવને સૌથી વધુ ૧૯૩ રનની ઓપનીંગ જોડીની પાર્ટનરશીપ નોંધાવી. આ અગાઉ આ જોડીએ ૨૦૧૩માં નાગપુરમાં ૧૭૮, એ જ વર્ષમાં જયપુરમાં ૧૭૬ રનની પાર્ટનરશીપ કરી હતી. જો કે આ બંનેની મહેનત એળે ગઈ હતી. હેન્ડસકોમ્બ અને એશ્ટન ટર્નરે ભારતની જીત ઉપર પાણી ફેરવી દીધુ હતું. પાંચ મેચોની સિરીઝમાં બંને ટીમો ૨-૨થી બરાબરી ઉપર છે. આવતીકાલે બુધવારે અંતિમ મુકાબલો રમાશે.

(3:20 pm IST)