Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ટી-૨૦માં સતત પાંચ વાર ૫૦થી વધારે સ્કોર કરનાર પહેલી ખેલાડી બની ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડીવાઇને ઇન્ટરનેશનલ ટી-૨૦ ક્રિકેટમાં સતત પાંચ વાર ૫૦થી વધારે સ્કોર કરવાનો રેકોર્ડ કર્યો છે. તેણે છેલ્લી પાંચ ટીમ ટી-૨૦માં અનુક્રમે ૧૦૫, ૭૭, ૬૧, ૫૪ અને ૭૨ રન કર્યા હતા. આ પહેલા મિતાલી રાજ, બ્રેન્ડલ મેકલમ અને ક્રિસ ગેઇલ ઇન્ટરનેશનલ ટી-૨૦માં સતત ચાર વાર ૫૦થી વધારે સ્કોર કરી ચુકયા છે. સોફી ડિવાઇન ન્યુઝીલેન્ડની બીજી મહિલા પ્લેયર બની છે. જેણે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ ડિજીટમાં રન કર્યા હોય. આ પહેલા સુઝી બેટસે સ્પેશ્યલ માઇલસ્ટોન બનાવ્યો હતો.

(11:28 am IST)