Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત

સ્મૃતિ મંધાનાને સુકાનીપદ : ટીમમાં રવિ કલ્પનાની વાપસી : વેદા કૃષ્ણામૂર્તિને પણ ટીમમાં સ્થાન અપાયુ

મુંબઈ : ઈંગ્લેન્ડ સામે યોજાનારી ત્રણ મેચોની વન-ડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે.આ ત્રણેય મેચ આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ હેઠળ રમાશે. ટીમમાં રવિ કલ્પનાની વાપસી થઇ છે. કલ્પનાએ ત્રણ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી છે. આ વિકેટકીપરે અંતિમ વન-ડે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ રમી હતી. તેમને ડાયલાન હેમલતાના સ્થાને ટીમમાં પસંદ કરાઈ છે . શ્રેણીની ત્રણેય મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ ૨૨ ફેબ્રુઆરીએ રમાશે બીજી મેચ ૨૫ તથા ત્રીજી મેચ ૨૮ ફેબ્રુઆરીએ રમાશે. ભારતીય સીનિયર પસંદગી સમિતિએ સીરીઝ પહેલા ૧૮ ફેબ્રુઆરીએ યોજાનારા વાર્મ અપ મેચ માટે પણ બોર્ડ અધ્યક્ષ ઈલેવનની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ ટીમના કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે. તો વેદા કૃષ્ણામૂર્તિને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વેદા વન-ડે ટીમથી બહાર છે, એવામાં આ મેચમાં તેમને પોતાનુ પ્રદર્શન ફરીથી સાબિત કરવાની તક મળશે.

(3:56 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST