Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દંગલ ગર્લ બબીતા ફોગાટ માતા બની, પુત્ર જન્મ્યો

મહિલા રેસલરે માહિતી આપી

નવી દિલ્હી, તા.૧૧ : દંગલ ગર્લના નામથી ખ્યાતનામ રેસલર બબીતા ફોગાટ માતા બની ગયા છે. આજે તેમણે પુત્રને જન્મ આપ્યો છે. અંગે માહિતી આપતા બબીતા ફોગાટે જાતે ટ્વીટર પર તસ્વીર શેર કરી હતી. ટ્વીટર પર તસવીર શરે કરતા બબીતા લખ્યુ હતું કે અમારા SONshine મળો, અમે સપનાઓમાં ભરોસો રાખીએ છીએ. પહેલા દંગલ ગર્લે ૨૧ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથેની એક તસવીર શેર કરતા લગ્નજીવનની સુખદ પળો માટે ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે બબીતા અને તેમના પતિ વિવેક બંને પહેલાવાન છે. તેમની બંનેની મુલાકાત ૨૦૧૪માં થયા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ૨૦૧૯માં લગ્નગ્રંથિથી જોડાયા હતા.

(8:50 pm IST)
  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST