Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ટી-૨૦ રેંકિંગ : બાબર આઝમ પ્રથમ, વિરાટ કોહલી ૯માં, લોકેશ રાહુલ છઠ્ઠા ક્રમે

નવી રેંકિંગ જારી કરવામાં આવી : રોહિત બહાર : એરોન ફિન્ચ બીજા અને ડેવિડ માલન ચોથા સ્થાન ઉપર

નવી દિલ્હી, તા. ૧૧ : ભારતના ઓપનિંગ  બેટ્સમેન લોકેશ રાહુલ શનિવારના દિવસે જારી કરવામાં આવેલી આઈસીસીની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રેંકિંગમાં બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાન પર અકબંધ છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાનના ફાયદાથી નવમાં સ્થાન ઉપર પહોંચી ગયા છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચોની ટી-૨૦ સિરિઝની પૂર્ણાહૂતિ બાદ રેંકિંગ જારી કરવામાં આવી છે. ભારતે શ્રેણીને -૦થી જીતી લીધી હતી. ભારતના ટોચના બેટ્સમેન રાહુલે શ્રીલંકાની સામે બે ઇનિંગ્સમાં ૪૫ અને ૫૪ રન કર્યા હતા. રાહુલને ૨૬ પોઇન્ટનો ફાયદો થયો છે. રાહુલ હવે ઓસ્ટ્રેલિયાના મેક્સવેલથી પોઇન્ટ પાછળ છે. ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપ બેટ્સમેન કોહલી ટ્વેન્ટી ક્રિકેટમાં નવમાં સ્થાને છે. પુણેની ટી-૨૦માં અડધી સદી ફટકારનાર શિખર ધવન ૧૫માં સ્થાને છે. શ્રેણીના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવેલા નવદીપ સૈનીએ ૧૪૬ સ્થાનોનો કુદકો લગાવીને ૯૮માં સ્થાને છે. જસપ્રિત બુમરાહ બોલિંગમાં ૩૯માં સ્થાન ઉપર છે. શ્રીલંકાના ડિસિલ્વા રેંકિંગમાં ૧૧૫માં સ્થાને છે જ્યારે સ્પિનર સંદાકન શ્રેણીમાં ત્રણ વિકેટ મેળવી લીધા બાદ ૨૯માં સ્થાને છે.

                 આઈસીસી ટીમ રેંકિંગમાં ભારતને બે પોઇન્ટનો ફાયદો થયો છે. શ્રીલંકાને બે પોઇન્ટનું નુકસાન થયું છે. શ્રીલંકાની ટીમ હવે અફઘાનિસ્તાનના બરોબર ૨૩૬ પોઇન્ટ ધરાવે છે. શિખર ધવન સ્પર્ધામાં હજુ પણ સામેલ છે. લોકેશ અને વિરાટ કોહલીની બોલબાલા જોવા મળી રહી છે. ટી-૨૦માં રાહુલ ટોચના ભારતીય બેટ્સમેન તરીકે રહ્યો છે. તેની રેંકિંગમાં હજુ સુધારો થાય તેવી શક્યાતાઓ છે. કેએલ રાહુલ ભારત તરફથી ટોપ ઉપર છે જ્યારે યાદીની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના બાબર આઝમે ટોપ રેંક મેળવવામાં સફળતા મેળવી છે. ગ્લેન મેક્સવેલ પાંચમાં સ્થાને રહ્યો છે. જ્યારે મોર્ગન ટોપ ટેનમાં સ્થાન જાળવવામા સફળ રહ્યો છે. યાદીમાં ઓસ્ટ્રેલિયા તરફથી ફિન્ચ અને મેક્સવેલ જેવા બે પ્લેયરો છે જ્યારે પાકિસ્તાનના બાબર આઝમે સતત શાનદાર દેખાવ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું છે અને તે પ્રથમ સ્થાન ઉપર પહોંચ્યો છે. આજે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રેંકિંગ જારી કરાઈ હતી.

ટી-૨૦ રેંકિંગ ખેલાડી..

નવીદિલ્હી, તા. ૧૧ : ભારતના ઓપનિંગ  બેટ્સમેન લોકેશ રાહુલ શનિવારના દિવસે જારી કરવામાં આવેલી આઈસીસીની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રેંકિંગમાં બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાન પર અકબંધ છે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાનના ફાયદાથી નવમાં સ્થાન ઉપર પહોંચી ગયા છે.

નામ

રેટિંગ

બાબર આઝમ

૮૭૯

એરોન ફિન્ચ

૮૧૦

ડેવિડ માલન

૭૮૨

કોલિંગ મુનરો

૭૮૦

ગ્લેન મેક્સવેલ

૭૬૬

કેએલ રાહુલ

૭૬૦

ઇવિન લેવિસ

૬૯૯

હઝરુલ્લા ઝાઝાઈ

૬૯૨

વિરાટ કોહલી

૬૮૩

મોર્ગન

૬૫૩

(7:48 pm IST)