Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

લંકાદહનઃ ભારતનો સિરીઝવિન

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટના ૧૧ હજાર રન : શાર્દુલ ઠાકુર બન્યો પ્લેયર ઓફ ધ મેચ, નવદીપ સૈની પ્લેયર ઓફ ધ સિરીઝ : હવે ઓસ્ટ્રેલીયા સામે ૧૪મીએ મુંબઇમાં, ૧૭મીએ બીજો રાજકોટમાં અને અંતિમ વન-ડે ૧૯મીએ બેગ્લુરૂમાં : ટી-૨૦માં અત્યાર સુધી સૌથી વધારે ૫૩ વિકેટ લઇને જસપ્રીત બુમરાહ નંબર વન બોલર બન્યો

મુંબઈ :   ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પુણેમાં . રમાયેલી ત્રીજી અને અંતિમ ટીર૦ મેચ ભારતે ૭૮ રનથી જીતીને સિરીઝ પણ ૨-૦થી જીતી લીધી છે. પ્લેયર ઓંફ ધ  મેચ શાર્દુલ ઠાકુરને અને નવદીપ સૈનીને  પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

 શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. . પહેલાં બેટિંગ કરવા આવેલી ઇન્ડિયન ટીમે કે. એલ. રાહુલ અને શિખર ધવનની મદદથી ધમાકેદાર ઇનિંગ શરૂ કરી પહેલી . વિકેટ માટે ૯૭ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે પછીથી સંજુ સેમસન અને લોકેશ રાહુલ જલદી આઉટ થઈ ૯ ગયા હતા. રન લેવાના ચક્કરમાં વિરાટ કોહલી રનઆઉટ થયો હતો. ટીમ વતી  સૌથી વધારે લોકેશ રાહુલે પ૪ અને  શિખર ધવને બાવન રન કર્યા હતા.   શ્રીલંકાના લકશન સદાકાને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ર૦૧ રન   બનાવ્યા હતા. 

બીજી ઇનિંગમાં રમવા આવેલી શ્રીલંકન ટીમની શરૂઆત નબળી રહી હતી અને પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે ધનુષ્કા ગુનાથિલકાને આઉટ કર્યો હતો. ર૬ રનમાં શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવ્યા બાદ એન્જેલો મેથ્યુઝ અને ધનંજય ડિસિલ્વાએ ટીમની પારી  સંભાળી હતી. એન્જેલો મેથ્યુઝ ૩૧   રન બનાવીને આઉટ થયો હતો, જયારે ધનંજય ડિસિલ્વાએ સૌથી વધારે ૫૭ રન બનાવ્યા હતા. આ બે પ્લેયર સિવાય ૨ વિરોધી ટીમના ૯ પ્લેયર ૧૦ રનનો આંકડો પણ પાર નહોતા કરી શકયા અને  આખી ટીમ ૧૨૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નવદીપ સૈનીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અતે વોશિંગ્ટન સુંદરને બે-બે, જયારે જસપ્રીત બુમરાહને એક વિકેટ, મળી હતી. ભારતે આ સિરીઝ જીતીને શ્રીલંકા સામે પોતાનો વિજયી રથ જાળવી રાખ્યો હતો.

  આ સિરીઝ બાદ ઇન્ડિયા હવે ૧૪   જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ   વન-ડે મેચની સિરીઝ રમશે. પહેલી વન-ડે મુંબઈમાં રમાશે.

(3:29 pm IST)