Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઇંગ્લેન્ડના વિકેટકિપર બટલરને આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરતા ફટકારાયો દંડ

આફ્રિકા સામેના ટેસ્ટમાં આર્ટિકલ ર.૩નું ઉલ્લઘન કર્યુ'તુ

દુબઈઃ  ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકીપર જોસ બટલરને આઇસીસીની આચારસંહિતાનું ઉલ્લંદ્યન કરવા બદલ મેચ-ફીના ૧૫ ટકાનો દંડ કરવામાં આવ્યો છે. કેપ ટાઉનમાં રમાયેલી ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વની બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે તેણે આઇસીસીની આચારસંહિતાના લેવલ-૧ હેઠળ આર્ટિકલ ર.૩નું ઉલ્લંદ્યન કર્યું હતું.

સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં જયારે ફિલેન્ડર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બટલરે અભદ્ર શબ્દો વાપર્યા હતા જેને કારણે તેને આ દંડ કરાયો હતો જેની સાથે એક ડીમેરિટ પોઇન્ટ પણ તેના ખાતામાં ઉમેરાયો હતો. બટલરે પછીથી પોતાની આ ભૂલ સ્વીકારી લીધી હતી.

(3:28 pm IST)