Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ચેતેશ્વર સદીની નજીક : શેલ્ડન જેકશનની ફીફટી : સૌરાષ્ટ્ર ૧૬૯/૨

રાજકોટના રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયાના મેદાનમાં આજથી શરૂ થયેલ રણજી ટ્રોફીના સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના મુકાબલામાં સૌરાષ્ટ્રે ટોસ જીતી દાવ લીધો છે. સૌરાષ્ટ્રની ટીમે ૫૭ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૧૬૯ રન બનાવ્યા છે. ઓપનર હાર્વિક દેસાઈ ૧૩ અને સ્નેલ પટેલ - ૧૬ રન બનાવી આઉટ થયા બાદ ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન જેકશને બાજી સંભાળી લીધી હતી. આ લખાય છે ત્યારે ચેતેશ્વર ૮૭ અને શેલ્ડન જેકશન ૫૨ રને દાવમાં છે

(3:30 pm IST)