Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હાર્દિક પંડ્યા અને કેઅેલ રાહુલની ટિપ્પણીના વિવાદમાં બંને ઉપર પ્રતિબંધ લગાવવો કે કેમ? તેના નિર્ણય બાદ વન-ડે ટીમ જાહેર કરાશેઃ વિરાટ કોહલીનો ઘટસ્‍ફોટ

સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચ સિરીઝ શનિવારથી શરૂ થવા જઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સિરીઝમાં જીત પ્રાપ્ત કર્યા બાદ ટીમ ઇન્ડિયા વન ડે સિરીઝ પણ જીતવા માટે તૈયાર છે. વિરાટ કોહલીએ મેચના એક દિવસ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને મોટો ઘટસ્ફોટક કર્યો છે. વધુમાં આ અંગે એ પણ સ્પષ્ટતા કરી કે આની ટીમ પર કોઇ અસર નહીં પડે.

ટીમ ઇન્ડિયાની તાજેતરમાં પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે બીસીસીઆઇ સામે એ પડકાર છે કે અભદ્ર ટિપ્પણીઓને લઇને વિવાદમાં આવેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર પ્રતિબંધ લગાવવો કે કેમ? વિરાટ કોહલીને આ નિર્ણયની ઇંતેજારી છે અને એને લીધે શનિવારથી શરૂ થવા જઇ રહેલી પ્રથમ વન ડે માટેની ટીમ જાહેર કરવામાં આવી નથી.

વિરાટ કોહલીએ કહ્યું કે, અમે ભારતીય ક્રિકેટ ટીમની રીતે અને જવાબદાર ક્રિકેટર્સ હોવાના નાતે એ વિચારો સહમત નથી. તે  તેમના વ્યક્તિગત વિચાર છે. અમે હજુ પણ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ .

વિરાટે કહ્યું કે ''ભારતીય ક્રિકેટ ટીમનો દ્વષ્ટિકોણ હતો. આ (વિવાદ) અમારા ડ્રેસિંગ રૂમના વિશ્વાસોમાં કોઇ ફેરફાર આવ્યો નથી. આ અમારા, મનોબળ પર અસર નહી પડે જેને અમે બનાવી છે. એકવાર ચૂકાદો આવી જશે ત્યારે અમે કોમ્બિનેશન અપ્ર વિચાર કરીશું.

શું છે મામલો

ઉલ્લેખનીય છે કે પ્રશાસકોની સમિતિ (સીઓએ) પ્રમુખ વિનોદ રાયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર ટીવી શો કોફી વિધ કરણ દરમિયાન મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી માટે ગુરૂવારે બે વનડે મેચો પર પ્રતિબંધની ભલામણો હરી કરી. પરંતુ સાથી સભ્ય ડાયના ઇડુલ્ઝીએ આ મામલો બીસીસીઆઇની વિધિ શાખા પાસે મોકલી આપવામાં આવ્યો છે. બીસીસીઆઇએ હાલ (સમાચાર લખાય રહ્યા છે) સુધી આ વિશે કોઇ નિર્ણય કર્યો છે. એટલા માટે તીમ ઈન્ડિયાના પ્લીએંગ ઈલેવનની જાહેરાત થઇ શકતી નથી.

પંડ્યાની માફી પુરતી નથી

પંડ્યાની ટિપ્પણીને મહિલા વિરોધી અને સેક્સિસ્ટ ગણાવ્યા અને ચારેય તરફ તેમની ટીકાઓ થવા લાગી જેથી સીઓએને બુધવારે તેમને કારણદર્શક નોટીસ જાહેર કરવા માટે બાધ્ય થવું પડે. આ ઓલરાઉન્ડરે તેના જવાબમાં કહ્યું કે તે વિનમ્રતાપૂર્વક માફી માંગે છે અને ફરીથી આ પ્રકારનો વ્યવહાર કરશે નહી. જોકે વિનોદ રાય હાર્દિક પાસેથી જવાબથી સંતુષ્ટ જોવા ન મળ્યા.

(5:02 pm IST)