Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પ્રથમ વન ડેમાં બાંગ્લાદેશે વિન્ડિઝને પાંચ વિકેટથી આપ્યો પરાજય

મોર્તઝા અને રહમાનની ત્રણ-ત્રણ વિકેટ ઝડપી : રહીમની અણનમ 55 રનની શાનદાર ઇનિંગ બાંગ્લાદેશે માત્ર 35.1 ઓવરમાં જમેચ જીતી લીધી

નવી દિલ્હી :મોર્તઝા અને રહમાનની ત્રણ-ત્રણ વિકેટ બાદ રહીમની અણનમ 55 રનની ઈનિંગને સહારે બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશના બોલરોએ પ્રવાસી ટીમને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 195 રને રોકી રાખી હતી. આ પછી બાંગ્લાદેશે માત્ર 35.1 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવીને 196 રન કરતાં મેચ જીતી લીધી હતી.

  બાંગ્લાદેશે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. બાંગ્લાદેશ તરફથી ટોપ ઓર્ડરમાં લિટ્ટન દાસે 57 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 40 રન ફટકારતાં જીતનો પાયો નાંખ્યો હતો. મીડલ ઓર્ડરમાં રહીમે 70 બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ 55 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

(9:39 pm IST)