Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ચેલ્સીએ માન્ચેસ્ટર સિટીને 2-0થી હરાવ્યું : ૨૧ મેચથી અપરાજય રહેવાના ક્રમ તૂટ્યો

માન્ચેસ્ટર સિટીનો પ્રીમિયર લીગની આ સિઝનમાં પ્રથમ પરાજય

ચેલ્સીએ એનગોલો કાન્ટે અને ડેવિડ લુઇસના ૧-૧ ગોલની મદદથી માન્ચેસ્ટર સિટીના ૨૧ મેચથી અપરાજય રહેવાના ક્રમને તોડતાં ૨-૦થી વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. માન્ચેસ્ટર સિટીનો પ્રીમિયર લીગની આ સિઝનમાં પ્રથમ પરાજય હતો.   

  માન્ચેસ્ટર સિટીનો છેલ્લે ગત એપ્રિલમાં માન્ચેસ્ટર યુનાઇટેડ સામે ૨-૩થી મેચ હારી હતી. માન્ચેસ્ટર સિટી સામે એપ્રિલ બાદ પ્રથમ વખત કોઈ ટીમ એક થી વધુ ગોલ કરવામાં સફળ રહી હતી. સિટીનો અવેમાં ૧૪ મેચ બાદ આ પ્રથમ પરાજય થયો હતો.

  ચેલ્સી તરફથી મેચની ૪૫મી મિનિટે કાન્ટેએ ગોલ કરી ગત ચેમ્પિયન માન્ચેસ્ટર સિટી સામે ૧-૦ની લીડ અપાવી હતી જ્યારે ૭૮મી મિનિટે ડેવિડ લુઇસે ગોલ કરતાં ટીમે ૨-૦થી જીત મેળવી હતી. ચેલ્સી આ જીત સાથે હોમગ્રાઉન્ડ પર સતત ૧૨ મેચમાં અપરાજય રહી હતી. આ ૧૨ મેચ પૈકી સાતમાં જીત મેળવી હતી અને પાંચ મેચ ડ્રો કરી હતી. પેપ ર્ગાિડઓલાના માર્ગદર્શન હેઠળ સિટીનો પ્રીમિયર લીગમાં ચેલ્સી સામે ત્રીજો પરાજય હતો

(9:28 pm IST)