Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી કરી પરાસ્ત

નવી દિલ્હી: રહમાન અને મોર્તઝાની ત્રણ-ત્રણ વિકેટ બાદ રહીમની અણનમ ૫૫ રનની ઈનિંગને સહારે બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશના બોલરોએ પ્રવાસી ટીમને નિર્ધારિત ૫૦ ઓવરમાં વિકેટે ૧૯૫ રને રોકી રાખી હતી. પછી બાંગ્લાદેશે માત્ર ૩૫. ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૯૬ રન કરતાં મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં -૦થી સરસાઈ મેળવી લીધી હતી. ઢાકામાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમાન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શાઈ હોપે ટોપ ઓર્ડરને સંભાળવાની કોશીશ કરતાં ૫૯ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૪૩ રન ફટકાર્યા હતા. જોકે સામેના છેડેથી વિકેટો પડતી રહી હતી. સેમ્યુઅલ્સના ૨૫ રન બાદ મીડલ ઓર્ડરમાં ચેઝ અને કિમો પોલે સાતમી વિકેટમાં ૫૧ રનની મહત્વની ભાગીદારી કરતાં સ્કોરને ૨૦૦ને પાર પહોંચાડવાની કોશીશ કરી હતી, પણ તેમાં તેઓ સફળ રહી શક્યા નહતા. બાંગ્લાદેશ તરફથી ટોપ ઓર્ડરમાં લિટ્ટન દાસે ૫૭ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૪ રન ફટકારતાં જીતનો પાયો નાંખ્યો હતો. મીડલ ઓર્ડરમાં રહીમે ૭૦ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૫૫ રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

(4:49 pm IST)